|  PDCB : Welcome To The Panchmahal District Co.op. Bank Ltd  |  


Chairman Message

આપણી ધી પંચમહાલ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લિ. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લાના ખેડૂતો, પશુપાલકો અને આમ જનતાને તંદુરસ્ત બેંકીંગ પ્રણાલીકા મુજબ બેંકીંગ સેવાઓ આપતી રીઝર્વ બેંકનું લાયસન્સ ધરાવતી સહકારી માળખાની ટોચની બેંક છે. ઉત્કર્ષ કામગીરી કરતી આ બેંકના ગ્રાહક પરિવારમાં ત્રણે જિલ્લાના વિશાળ સંખ્યામાં સહકારી સંસ્થાઓ, ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ, પગારદાર કર્મચારીઓ અને આમ નાગરીકો જોડાયેલ છે અને આપ સૌને પણ આ બેંકનાં ગ્રાહક પરિવારમાં જોડાવવા હું આપને આગ્રહભરી હૃદયપૂર્વક અપીલ કરું છું. બેંકની સ્થાપના સને ૧૯૫૫ માં થઈ હતી ત્યારથી સને ૨૦૨૩ સુધી એટલે કે ૬૮ વર્ષમાં બેંકની જે નાણાકીય સ્થિતિ હતી તેમાં માત્ર છેલ્લા ૪ વર્ષમાં આ બેંકનો ચાર્જ નવા ચૂંટાયેલા બોર્ડના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ નોંધપાત્ર પ્રગતિ કરી રાજ્યની ટોચની જિલ્લા સહકારી બેંકોની હરોળમાં આવીને ખુબ જ સંગીન નાણાકીય સ્થિતિ પ્રાપ્ત કરી છે.

પંચમહાલ, મહીસાગર અને દાહોદ જીલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી આપણી બેંકની હાલમાં ૫૪ શાખાઓ કાર્યરત છેઅને હજુ પણ વધુ નવિન શાખાઓ ખોલવામાં આવનાર છે. હાલમાં બેંક સાથે કુલ ૩૧૮ ખેતીવિષયક સહકારી મંડળીઓ અને ૨૪૯૭ દૂધમંડળીઓ અને દૂધ કેન્દ્રો જોડાયેલા છે. બેંક ત્રણે જીલ્લાના ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ તથા આમ જનતાને સસ્તા દરે તમામ પ્રકારના ખેતીવિષયક ધિરાણો તથા બિનખેતીવિષયક ધિરાણો જેવા કે વેપારીઓને ધંધો કરવા માટે મોર્ગેજ કેશ ક્રેડીટ અને મોર્ગેજ લોન, ટુ-વ્હીલર/ફોર-વ્હીલર ખરીદવા લોન, મકાન લોન, એજ્યુકેશન લોન, સોના-ચાંદી દાગીના સામે લોન, પગારદાર કર્મચારીઓને લોન, નાના છુટક વેપાર ધંધો કરનારા તથા સ્વરોજગારી કરી પોતાનું ગુજરાન ચલાવતા જરૂરીયાતમંદોને માઈક્રો ફાયનાન્સ જેવાં તમામ પ્રકારના ખેતી તથા બિન ખેતીવિષયક ધિરાણોની સુવિધાઓ પૂરી પાડે છે. બેંકની વિકાસ યાત્રા દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી તેમજ આપશ્રીના સહકાર અને સહયોગ ધ્વારા બેંક ઉત્તરોતર સફળતાના શિખરો સર કર્યા છે અને સને ૨૦૨૨-૨૩ માં બેંકે ગત વર્ષની સરખામણીમાં ખુબ જ સંગીન પરિણામો હાંસલ કરેલ છે.િણામો હાંસલ કરેલ છે

.

આપણી બેંક કોમર્શીયલ અને ખાનગી બેન્કોની જેમ જ બેંકની તમામ શાખાઓ કોર બેંકિંગ સોલ્યુશન હેઠળ કોમ્પ્યુટરાઈઝડ અદ્યતન તમામ પ્રકારની ડીજીટલાઈઝડ ગ્રાહક સુવિધાઓ જેવી કે SMS એલર્ટ, RTGS / NEFT થી ફંડ ટ્રાન્સફર, ATM કાર્ડ, મોબાઈલ બેંકિંગ, IMPS તેમજ UPI જેવી વેલ્યુએડેડ સુવિધાઓ પૂરી પાડે છે. હાલમાં બેંક ૫૩ATM અને 3 મોબાઈલ ATM વાન ધરાવે છે.

બેંકનું વર્તમાન બોર્ડ ઓફ ડિરેકટર્સ “ત્રણે જિલ્લાના વેપાર ધંધો કરનારા સાહસિક વેપારીઓ, ખેડૂતો, પશુપાલકો અને આમ નાગરિક સક્ષમ હોય તો ત્રણે જિલ્લા આર્થિક રીતે સમૃદ્ધ બને અને ખેડૂત સક્ષમ હોય તો મંડળી સક્ષમ થાય, મંડળી સક્ષમ હોય તો જીલ્લા સહકારી બેંક સક્ષમ બને" તે સિધ્ધાંત મુજબ કાર્ય કરી રહ્યું છે અને તેના અનુસંધાને બેંકના અધિકારીઓ અને સ્ટાફ મિત્રો, ખેડૂતોની અને ત્રણે જિલ્લાના વેપારીઓ અને પ્રજાજનોની આર્થિક સક્ષમતા વધે, ખેડૂતો, વેપારીઓ અને આમ નાગરિકો આધુનિક રીતે વેપાર ધંધા અને ખેતી માટે એજયુકેટ થાય તથા નવી ટેકનોલોજી ઉપયોગ કરી આવક વધારવા પ્રયત્ન કરે તે માટે આ બેંક સતત કાર્ય કરશે તેની હું આપ સૌનેખાત્રી આપું છું.

આવનારા નવા વર્ષમાં વધુમાં વધુ ગ્રાહકો બેંક સાથે જોડાય અને ગ્રાહકોને ઉત્કૃષ્ટ સેવાઓ આપી શકીએ તેવો દ્રઢ નિર્ધાર છે. બેંકની સાથેસંલગ્ન ખેતીવિષયક અને દૂધમંડળીઓના સભાસદ ખેડૂતોને તથા ત્રણે જિલ્લાનો વેપારીઓ અને તમામ પ્રજાજનોને સક્ષમ કરવા અને આત્મનિર્ભર કરવાની દિશામાં આપણે સૌ પ્રયત્ન કરીએ અને તેમાં સહભાગી થઈએ. “આપણી બેંક પીડીસી બેંક" ના સૂત્રને સાર્થક બનાવી અને ત્રણે જિમને તમામ લોકો આ બેંક સાથે પોતાના તમામ નાણાકીય વ્યવહવી કરવા જોડાય તેવી સૌને વિનંતી કરું છું. પંચમહાલ જિલ્લા સહકારી બેંકમાં થાપણો મુકશો તો તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આ બેંકની થાપણો અને ભંડોળોમાં વધાવણે થશે તેનો પુરેપુરો ઉપયોગ આ ત્રણે જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, વેપારીઓ અને આમ જનતાના ઉત્કર્ષ માટે જ થશે અને તો જ આપણા ત્રણે જિલ્લઓને આર્થિક રીતે સમૃદ્ધ જિલ્લાઓની હરોળમાં લાવી શકવી તેવી એકતા રાખવા અને વધારવા હું આપ સૌને કલાપૂર્વક અપીલ કરુંં. છું.

“જય કિશાન જય સહકાર ”
શ્રી જેઠાભાઇ જી આહિર( ધ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કૉ ઓપ બેંક )
ચેરમેનશ્રી, પી.ડી.સી. બેંક